નાનુ સરખુ ગોકુળીયુ મારે…૨
વાલે વૈકુંઠ કીધું રે
ભક્ત જનોને લાડ લડાવી…૨
ગોપીયો ને સુખ દીધુ રે,
નાનુ સરખુ….
ખટદર્શન ખોળ્યો ન લાધેજી…૨
મુની જનને ધ્યાન નાવે રે
છાસ વલોવે નંદ ઘેર વાલો…૨
વૃંદાવન ધેનુ ચરાવે રે,
નાનુ સરખુ….
વણ કીધે વાલો વતા કરેજી…૨
પુરણ બ્રહ્મ અવિનાશી રે,
માખણ કાજ મહિયારી આગળ…૨
ઉભો વદન વિકાસી રે,
નાનુ સરખુ….
બ્રહ્માદિક જેનો પાર ન પામેજી…૨
શંકર કરે ખવાસી રે
નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ…૨
મુક્તિ સરીખી દાસી રે,
નાનુ સરખુ….