01 જીવન અંજલી થાજો


જીવન અંજલી થાજો,
મારું જીવન અંજલી થાજો
ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જળ થાજો
દિન દુઃખીયાના આંસુ લોતા,
અંતર કદી ન ધરાજો
મારું જીવન અંજલી થાજો…

સતની કાંટાળી કેડી પર,
પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી જીરવી,
અમૃત ઉરના પાજો
મારું જીવન અંજલી થાજો…

વણ થાક્યા ચરણો મારા નિત,
તારી સમીપે જાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને,
તારું નામ રટાજો
મારું જીવન અંજલી થાજો…

વમળોની વચ્ચે નૈયા,
મુજ હાલક ડોલક થાજો
શ્રદ્ધા કેરો દીપક મારો,
નવ કદીયે ઓલવાંજો
મારું જીવન અંજલી થાજો…


Leave a Reply

Your email address will not be published.