વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી મેરે મહંતન કી….
નામ અનામ મૈં નિશદિન રટુ,
તોડું હું તો ત્રિવિધ તાપન કી
વાહ વાહ રે…
લોભી મોહ અને કામને મારી,
એ ગરદન પકડું મે ક્રોધન કી
વાહ વાહ રે….
પાંચ પચ્ચીસ કો કેદ કરીને,
દુવાઈ ફિરાઉ મેં આ મન કી
વાહ વાહ રે….
અધર તખત પર ગુરુજીના આસન રાખી,
પછી લગાવું સમાધિ મેરે ગુરુદેવન કી
વાહ વાહ રે ….
કહત કબીરા સુનો ભાઈ સાધુ,
આવી બલિહારી મેરે ગુરુદેવન કી
વાહ વાહ રે….