દેખો લોકો નાવ મેં,
નદીયા ડુબી જાય…
ઘડી ન ડુબે ઘડા ન ડુબે,
હાથી મલમલ નાય,
પાણી ચડ્યા કોટ કાંગરે,
કીડીયાં પ્યાસી જાય
દેખો લોકો…
એક અચંબા હમને દેખ્યા,
કુવા મેં લગ ગઇ આગ,
કાદવ કિચડ સબ જલ ગયા,
મછીયા હો ગઇ સાફ
દેખો લોકો…
સારું કુંવારી વહુ પરણેલી,
નણદલ સુવાવડ ખાય,
દેખન વાલી એ પુત્ર જનમ્યા,
પડોશણ હાલરડાં ગાય
દેખો લોકો…
કહત કબીરા સુનો ભાઇ સાધો,
ઉલટા ભેદ જણાય,
એ હી ભેદ કા કરે નિવેડા,
જનમ મરણ મટી જાય
દેખો લોકો…