27 હે જગ જનની હે જગદમ્બા


સાખી….
“ચિંતા વીઘન વીનાશીની
કમલા સહ ની સકત.
વીસહથી હંસ વાહીની
મને માતા દે હો સમત
અરજ સુણી ને
અમ તણી હે ભગવતી…”

હે જગ જનની હે જગદંબા,
માત ભવાની શરણે લેજે
આદ્યશક્તિ માં આદિ અનાદી,
અરજી મારી ઉરમાં ધરજે, હે ..

કોઈના તીર નું નિશાન બનીને,
દિલ મારું તું વીંધાવા દેજે
ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને,
એવી અંબા શક્તિ દેજે, હે . .

હોઈ ભલે દુઃખ મેરુ સરીખા,
રંજ એનો ના થાવા દેજે
રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું,
રોવાના બે આંસુ દેજે, હે…

આત્મા કોઈનો આનંદ પામેતો,
ભલે સંતાપી લે મુજ આતમને
આનંદ એનો અખંડ રહેજો,
કંટક દે મને એને પુષ્પો દેજે, હે..

ધૂપ બનું હું સુગંધ તું લેજે,
રાખ બની મને ઉડી જાવા દેજે
બળું ભલે હું બાળ નહિ કોઈને,
જીવન મારું સુગંધિત કરજે, હે..

અમૃત મળે કે ના મળે મુજને,
આશિષ અમૃત તું તે દે જે
ઝેર જીવન ના પી હું જાણું,
પચાવવા ની તું માં શક્તિ દેજે, હે..

શક્તિ દે માં ભક્તિ દે માં,
આ દુનીયા ના દુઃખ સહેવા દેજે
હે જગ જનની હે જગ દંબા,
માત ભવાની શરણે લેજે, હે..


Leave a Reply

Your email address will not be published.