કોયલ બેઠી આંબલીયાની ડાળ
હે મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજ
કોયલ બેઠી આંબલીયા ની ડાળ
મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજ
વોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ
કોયલ માંગે ચૂડલાની જોડ
મારો મોરલિયો માંગે રે લટીયણ લાડલી માણારાજ
વોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ
કોયલ માંગે નથડીની જોડ
મારો મોરલિયો માંગે રે લટીયણ લાડલી માણારાજ
વોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ
કોયલ માંગેચૂંદડીની જોડ
મારો મોરલિયો માંગે રે લટીયણ લાડલી માણારાજ
અંતરિયા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ