19 પાપ તારું પ્રકાશ જાડેજા


પાપ તારું પ્રકાશ જાડેજા
ધરમ તારોં હંભાળ રે જી
તારી બેડલી ને ડુબવા નહિ દીયે
જાડેજા રે, આમ તોરલ કે છે જી
એ જી રે એમ તોરલ કે છે જી

હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી
હરણ હણ્યાં લખ ચાર રે
આ વન ના રે મોરલા મારિયા
મેં વન ના રે મોરલા મારિયા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે એમ જાડેજો કે છે જી

હે… તોડી સરોવર પાળ સતી મેં
તોડી સરોવરયાની પાળ રે
ગો ધન તરસ્યા વાડિયા
મેં તો ધન તરસ્યા વાડિયા
તોળાંદે રે, આમ જાડેજો કે છે જી…
અરે રે રે એમ જેસલ કે છે જી…

હે… લૂંટી કુંવારી જાન એ તોળાંદે
લૂંટી કુંવારી જાન સતી મેં
લૂંટી કુંવારી જાન રે
સાત વિસુમોડ બંધા મારી નાખ્યા
અર રે રે હાત વિસ વરરાજાને મારિયા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે જાડેજો કે છે જી…

એ પુણ્યે પાપ ઠેલાય, જાડેજા રાજા
પુણ્યે પાપ ઠેલાય રે જી
તારી બેડલીને બૂડવા નહિ દીયે
તારી બેડલીને બૂડવા નહિ દીયે
જાડેજા રે આમ તોરલ કે છે જી
એ જી એમ તોરલ કે છે જી

જેટલા માથાના વાળ સતી મારે
જેટા મથે જા વાળ રે
એટલા કરમ મેં કર્યા,
એટલા પાપ દુનિયામાં મેં કર્યા
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
અરે રે રે જાડેજો કે છે જી…
એ પાપ તારું પ્રકાશ જાડેજા….

બોલ્યા રે જેસલ રાય તોળાંદે
બોલ્યા રે જેસલરાય રે
તમે રે તર્યા ને મને તારજો
તમે તર્યા ને મને તારજો
તોળાંદે રે, એમ જેસલ કે છે જી
ઓ જી રે એમ જાડેજો કે છે જી
જેસલ કે છે જી…
પાપ તારું પ્રકાશ જાડેજા…

એ જોને કોઈ કરે તંબૂરાનો તાર રે
કોઈ કરે તંબૂરાનો તાર
અને બીજી પાપી તલવાર
એવા એક રે વ્રજ થી દોનો ઉપજ્યાં
એ તોયે એનો મેડ રે મળે નહિ લગાર…


Leave a Reply

Your email address will not be published.