નવ નાડાની બેવડ રાસ રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા
માળીડા તું મારો વીર…રણછોડ રંગીલા
રૂડા ગજરાં ગુથી લાઇવ…રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા
હું તારી તું મારો વીર…રણછોડ રંગીલા
રૂડા બજોટિયા ઘડી લાઇવ…રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા
સોનીડા તું મારો વીર..રણછોડ રંગીલા
રૂડી તિલુડી ઘડી લાઈવ…રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા
વાનીડા તું મારો વીર…રણછોડ રંગીલા
રૂડી ચૂંદડી યું ઓઢી લાઈવ…રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા
લુવારી તું મારો વીર..રણછોડ રંગીલા
રૂડા દેવડિયા લઈ આવ…રણછોડ રંગીલા
પરણે સીતા ને શ્રી રામ…રણછોડ રંગીલા