02 ચાર ધામની ખોડલમાની આરતી


ચાર ચાર ધામની
મા ખોડલમાની આરતી
ખમ્મા તુને ખોડલમાડી,
લીલી રાખો આડી વાડી,
નિરખીયે મા દાડી દાડી,
દર્શન દેજો માડી રે,
ચાર ચાર ધામની મા…

પેલી આરતી માટેલ ધામે,
બીજી આરતી ગળધરામા,
ત્રીજી આરતી રાજપરામા,
ચોથી કાગવડ ધામે રે…ચાર ચાર

માટેલ ગામે તુ મમતાળી,
નદી ઘુનાએ તુ નેજાળી,
ગઢ જુનાળે તુને ભાળી,
હે રાજપરાવાળી રે…ચાર ચાર

ખમકારી મા ખોડલ માડી,
નાગ ના તુ નેત્રવાળી,
પગલે પગલે તુ પરચાળી,
બાઇ ખરી બીરદાળી રે…ચાર ચાર

ખરી ખુબી મા ખોડલ તારી,
જોગમાયા હે અવતારી,
દીઠી તુ ને દેવ દાઢાળી,
ભેરી ભેડીયા વાળી રે…ચાર ચાર

રાજપરામા રાજ તારા,
ગઢ જુનાણે ગામ તારા,
માટેલે માંડવડા તારા,
પરગટ પરચા તારા રે…ચાર ચાર

ખોડલ ખોડી નામ તારુ,
રૂદીયે મારે નામ તારુ,
તારણ હારુ નામ તારુ,
રોમે રોમે ધારુ રે…ચાર ચાર

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.