06 એક માંડી જાયો વીરો


એક હેતની વાદલડી એક વાલનો છે દરિયો
એક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો
એક અમી ભરેલી આંખડી એક પ્રેમ છે મધુરો
એક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો

હામ મારા હૈયાની જીવ છે એ બેન
મોંઘા મુલેરી ભાગવાનની છે દેન
કાય તને થાય તો ભીંજાય મારા નેણ
હવે સાથમાં જ રહેશું મળે જો જનમારો
એક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો

બેનડી તું ભાઈનો ધબકાર રે કેવાય
જોઈ તને જીવમાં જીવ આવી જાય

આવી બીજી પ્રીત ના કુદરત પણ બનાવે
એક લાગણી રે ભીની એક મેઘ વાલ કેરો
એક લાડકવાઈ બેનડી એક માંડી જાયો વીરો

એક હેતની વાદલડી એક વાલનો છે દરિયો
મારી લાડકવાઈ બેનડી મારો માંડી જાયો વીરો

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.