08 તમે મારા દેવ ના દીધેલ છો


દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો
કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો

તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
તમે પર ભવ ના લખેલ છો
તમે મારા કુળ ના દિવા છો
આવો ને અમર થઇ ને રોય
મારા લાડક વાયા રોય
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધે છો
દીકરો મારો લાડક વાયો હો

મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ
મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ
મહાદેવજી પરસન થિયા હો
ત્યારે આવ્યા તમે અનમોલ
તમે મારુ નગદ નાણુ છો
તમે મારુ ફૂલ વસાણું છો
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
દીકરી મારી લાડક વાયી હો

મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું હાર
તમે રે દેવ રૂપ માં આજે આવ્યા મારે ઘેર
પાર્વતી પરસન થિયા હો….
પાર્વતી પરસન થિયા ત્યારે
આવ્યા હૈયા ના હાર
તમે મારુ નગદ નાણુ છો
તમે મારુ ફૂલ વસાણું છો
તમે મારા દેવ ના દીધેલ છો
તને મારા માંગી લીધેલ છો
દીકરો મારો લાડક વાયો હો

ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ
આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ
માતાજી પરસન થિયા હો…
માતાજી પરસન થિયા ત્યારે
ઘોડિયા બાંધ્યા ઘેર
તમે મારુ હાચુ નાણુ છો
તમે મારુ ફૂલ વસાણું છો
તમે મારા દેવ ના દીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
દીકરો મારો લાડક વાયો હો

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.