10 ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી


સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
હે દ્વારિકા નો નાથ મારો
દ્વારિકા નો નાથ મારો મારો ઠાકર રે ઘણી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
હે મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી

હે દેવ રે દયાળુ વાલો દિલનો દાતાર છે
કાળવો નાથ મારો કોરટ કિરતાર છે
હે વખતે વેલો આવે હો
એ વખતે વેલો આવે
હોઈ વિપતની ઘડી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી

એક તારો આશરોને એક તું આધાર છે
ઠાકર મારી માયા મુડી ઠાકર માં ને બાપ છે
હો ગેડીયે ગાદી તારી
ગેડીયે ગાદી તું ઈ ધરતીનો ધણી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
હે મારા ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી

હો કવિ કે દાન કે કાય નથી માંગતો
માંગ્યા પહેલા ઠાકર અઢળક તું આપતો
મારા રૂદિયામાં રેજે વાલા
રૂદિયામાં રેજે તને ધર્યો રે ધણી
ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી

:: Mp3 ગીત ડાઉનલોડ કરો ::


Leave a Reply

Your email address will not be published.