હો તારા વીના હવે મારો જીવ નહીં લાગે
કેમ રે જીવું હવે બેવફાના દાગે
મારી આંખલડી એ આસુડાની ધાર,
મીથા જરણાનું પાણી કરી દીધું ખારું
(વહેતા આસુડાં મને કાંટા જેમ વાગે,
કેમ રે જીવું હવે બેવફાના દાગે)..2
હો તારા વીના…….કેમ રે જીવું હવે……
મત ભેદ થયા ને પછી થયા મન ભેદ
દીવાલ વિનાના પાંજરે થયા કેદ
હો મારા પુરાણ ને જ હતા મારા વેદ
શેષ માં વધારી ને ઉડાડયા છે છેદ
તોડી રેશમના સબંધસૂતર ના ધાગે
દર્દ પણ હવે મને છાનું છાનું લાગે
મુરજાવી ચાલ્યા ફૂલ પ્રેમ ના બાગે
કેમ રે જીવું હવે બેવફા ના દાગે
વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે બેવફાના દાગે
હો તારા વીના………કેમ રે જીવું હવે
હો ખુશી પલભરની ને દર્દ દીધા જાજા
રોગ એવો દીધો નથી કોઈ થતાં સાજા
હો જખમ એવા દીધા કે નથી એ રૂજાતા
યાદ તારી આવે ને થઈ જતાં તાજા
તોડ્યા છે સપના હવે આંખ ના જાગે
લીધો છે રસ્તો હવે મોત ના રાગે રાગે
મારો પડછાયો મારાથી દૂર ભાગે
વહેતા આંસુડાં મને કાંટા જેમ વાગે
કેમ રે જીવું હવે બેવફાના દાગે
હો તારા વીના……….કેમ રે જીવું હવે