હૈ ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી રે ખમ્મા
મારા શ્રીજીબાવાને ધણી રે ખમ્મા
હે ઘણી ખમ્મા ઘણી…
નંદનો દુલારો કાન જશોદાનો લાલો
વ્રજનો વ્રજેશ કાન મેવાડના રાજા
હે મેવાડના રાયને જાજી રે ખમ્મા
હે ઘણી ખમ્મા ઘણી…
ખમ્મા વ્રજધામને ગોકુળીયા ગામને
નંદગામ બરસાના ગોપાલેપર ગામમે
ગાયોના ગોવાળને જાજી રે ખમ્મા
હે ઘણી ખમ્મા ઘણી…
રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે
મુરલીના સૂરમાં સુંદર રાધાજીનું નામ છે.
હે મુરલીધર શ્યામને જાજી રે ખમ્મા
હે ઘણી ખમ્મા ઘણી…