ધન્ય એકાદશી
એકાદશી કરીયે તો વ્રજ સુખ પામીએ
ધન્ય એકાદશી…
હે મારે એકાદશીનું વ્રત કરવું છે
મારે ધ્યાન હરીનું ધરવું છે
હે મારે વ્રજ ભૂમિમાં વસવું છે
ધન્ય એકાદશી…
હે મારે ગંગા ઘટે જાવું છે
હે મારે જમુનાજીમાં નાવું છે
હે મારે ભવસાગરમાં નવું છે
ધન્ય એકાદશી…
મારે દ્વારકા પુરીમાં જાવું છે
મારે ગોમતીજીમાં નાવું છે
હે મારે રણછોડરાયને નીરખવા છે
ધન્ય એકાદશી….