23 મેડ પડી ગ્યો


મેડ પડી ગ્યો મેડ પડી ગ્યો
એ તેદરાનું પૈણું પૈણું કરતો તો હો
હે તેદરાનું પૈણું પૈણું કરતો તો
પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો
તેદરાનું પૈણું પૈણું કરતો તો
પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો
હોજ હવારે રાત ને દાડે
હોજ હવારે રાત ને દાડે
પૈણવા ના ઓરતા કરતો તો
પછી સોના નો સુરજ ઉગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો
એ પછી સોના નો સુરજ ઉગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો

હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા
હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા
નિત નવી બાધા એ રાખેશે મોન્તા
હો બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે
બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે
ભગવાન ને કે આવો મારી વાળે
પછી સોના નો સુરજ ઉગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો
એ પછી સોના નો સુરજ ઉગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો

હે એક વાત આવી એમાં બદલાયા તેવર
એક હંગુ આવ્યું એમાં બદલાયા તેવર
પૈણવાનું જબરું જોને ચડ્યું છે ફીવર
ઊંઘે ઊંઘતું નથી હરખ માતો નથી
ઊંઘે ઉંઘાતું નથી હરખ માતો નથી
વહુ ની યાદ માં દાડો જતો નથી
દિવસ ગયા માખી મારવાના
વીરો ઘોડે ચડવાના
દીવસો ગયા માખી મારવાના
વીરો ઘોડે ચડવાના
જોવો હોના નો હુરજ ઉગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો
કે ભઈ નો મેડ પડી ગ્યો


Leave a Reply

Your email address will not be published.