હો મોજે દરિયા અહીં દિવસને રાતું
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
હો ઉચ્ચારે શોખ એના ઉંચી રે વાતું
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઉચ્ચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
હો ગાથા રે જેની જગ આખું ગાતું
વાગે જો ઢોલ તો ના રે રહેવાતું
નોખી એની ભાત છે
નોખી એની ભાત છે
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
હો મહેમાનોના માનમાં અહીં હૈયા રે પથરાઈ છે
હો મીઠો અમારો આવકારો દુનિયામાં વખણાઈ છે
હો પૃથ્વીપર એ જાણે કુદરતની સોગાત છે
એ આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
હો દુનિયામાં વાગે રે ડંકા એનાજ ચર્ચા થાય છે
હો ધન્યધરા વીરોની છે આ ઉજળો રે ઇતિહાસ છે
હો મીઠી એની બોલી જગમાં રે પ્રખ્યાત છે
અરે આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે
હા મોજે દરિયા અહીં દિવસને રાતું
ઉચ્ચા રે શોખ એના ઉંચી રે વાતું
મન મોજીલી જાત છે
મન મોજીલી જાત છે
હા આ મારૂં ગુજરાત છે
આ મારૂં ગુજરાત છે