25 મોનો તો માતા સે


એ ના મોને તો મરજી તારી
ના મોને તો મરજી તારી
મોન ઈની માતા સે
હે દુઃખના દાડે કરજે અરજી
દુઃખના દાડે કરજે અરજી
મોને તો અજવાળા સે
હે દેરું વાતો બધી જોણે, ઈતો આવે ખરા ટોણે
હે દેરું વાતો બધી જોણે, એતો આવે ખરા ટોણે
એ ના મોને તો મરજી તારી
ના મોને તો મરજી તારી
મોન ઈની માતા સે
મોન ઈની માતા સે

હે ડગલે ને પગલે માના હોવાનો પરમોણ સ
કુળની કુળદેવી હૌની રાખે હંભાળ સે
રાખજે વિશ્વાસ એતો જનમારો તાર સે
ડૂબેલી નાવ મધદરિયે ઉગારશે
હાથ જોડીને યાદ કરજે, તારી વારે માડી આવશે
તું કગરે તો કોન ધરશે, તારા ભેળી માતા રેશે
એ ના મોને તો મરજી તારી
ના મોને તો મરજી તારી
મોન ઈની માતા સે
મોન ઈની માતા સે

હે માતાનો દોઢ કદી ખાલી ના જાય સે
આયેલું મોત પણ પાછું વળી જાય સે
હે દીવાના અજવાળે જિંદગી રે જાય સે
મળે જેને માતા એનો કુળ તરી જાય સે
એના નોમે દુનિયા ચાલે, મારે માતા વિના ના ચાલે
માડી માગ્યા વિના આલે, હાથ ચારે માથે રાખે
એ નતા મોનતા એ મોની જ્યાં સે
નતા જોણતા એ જોણી જ્યાં સે
મોને ઈની માતા સે
મોન ઈની માતા સે


Leave a Reply

Your email address will not be published.