વાલો પોકરણ ગઢ નો પીર સે
વાલો બેની સગુણા નો વીર સે
માતા મીનલ નો પિતા અજમલ નો
હૈયે વાલો સે મને રામ
રણુજા વાળો રામ હે રણુજા વાળો
રણુજા વાળો રામ રણુજા વાળો
વાલો પોકરણ ગઢ નો પીર સે
એતો બેની સગુણા નો વીર સે
લીલુડો ઘોડલો લીલા નેજા
પડગમ પીર ના વાગે વાજા
લીલુડો ઘોડલો લીલા નેજા
પડગમ પીર ના વાગે વાજા
વિરમ નો વિરલો સગુણા નો લાડલો
હૈયે વાલો સે મને રામ
રણુજા વાળો રામ હે રણુજા વાળો
રણુજા વાળો રામ રણુજા વાળો
વાલો પોકરણ ગઢ નો પીર સે
વાલો બેની સગુણા નો વીર સે
લોઢા ના ચણા પીર નો ઘોડલો ખાય
પચ્છિમ ધરામાં પીર રામદેવ પૂજાય
લોઢા ના ચણા પીર નો ઘોડલો ખાય
હિંદવો પીર આખા જગ મા પૂજાય
બાર બાર બીજ નો ધણી
ખમા તને ખમા ઘણી
ભક્તો ની વેલી કરે વાત
રણુજા વાળો રામ હે રણુજા વાળો
રણુજા વાળો રામ રણુજા વાળો
રણુજા વાળો રામ હે રણુજા વાળો
રણુજા વાળો રામ રણુજા વાળો