28 પૈસો છે તો પ્રેમ છે


ખિસ્સા માં હોય જેના નોણા
એ ભઈ એના ગવાય છે ગોણા

પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસા
રૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયા
ખિસ્સા માં હોય જેના નોણા
ભઈ એના ગવાતા ગોણા
ખિસ્સા માં હોય જેના નોણા
ભઈ એના ગવાતા ગોણા
નાણાં વગર નાથિયો ને નાણે નાથાલાલ
પૈસો છે પાકીટ ના તો સૌ કરે સલામ
નોણા વગર નાથિયો ને નોણે નાથાલાલ
પૈસો છે પાકીટ ના તો હઉ કરે સલામ
પૈસો છે તો પ્રેમ છે
અરે બાકી તો ભઈ વેમ છે
પૈસો છે તો પ્રેમ છે
બાકી તારો વેમ છે

પૈસા ની બુમ છે બાવન બજાર માં
દુનિયા આખી આજ એના પાવર માં
જો વો ભઈ પૈસા ની બૂમ છે બાવન બજાર માં
દુનિયા આખી આજ એના પાવર માં
પૈસો જેની પાસે એતો જબરા કરે ટાણા
ભાત ભાત ના ખાવા માં હોય એને ખાણાં
પૈસો જેની પાસે એતો જબરા કરે ટાણા
જુદા જુદા ખાવા માં હોય એને ખાણાં
પૈસો છે તો પ્રેમ છે
બાકી તારો વેમ છે
પૈસો છે તો પ્રેમ છે
બાકી તારો વેમ છે

પૈસા..પૈસા..પૈસાપૈસા..પૈસા..પૈસા
રૂપિયા..રૂપિયા..રૂપિયારૂપિયા..રૂપિયા..રૂપિયા
આગળ પાછળ રોજ ફરતા જે હારે
ખૂટે જયારે ખર્ચી મેલી જાય ત્યારે
આગળ પાછળ રોજ ફરતા જે હારે
ખૂટે જયારે ખર્ચી મેલી જાય ત્યારે
દુઃખ ના આવે દારા પછી વહ માં વાય વાણા
મનુ રબારી કે આ દુનિયા મારે મેણાં
દુઃખ ના આવે દારા પછી વહ માં વાય વાણા
મનુ રબારી કે આ દુનિયા મારે મેણાં
પૈસો છે તો પ્રેમ છે
અરે બાકી તારો વેમ છે
પૈસો છે તો પ્રેમ છે
બાકી તારો વેમ છે
હા ભઈ બીજો બધો વેમ છે


Leave a Reply

Your email address will not be published.