હે દેવ દ્વારિકા વાળા,
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા,
હે દેવ દ્વારિકા વાળા,
સોનાની નગરીના રાજા
શ્યામળીયા શેઠ અમારા,
દરીયે નગરી શોભે તારી દ્વારીકા
ઉચા મોલને અજબ જરુખા,
દેવ દ્વારિકાવાળા
હે દેવ દ્વારિકા વાળા,
તારા દરબારમા વાગે વાજા
શ્યામળીયા શેઠ અમારા,
તારા દરબારમા વાગે વાજા,
શ્યામળીયા શેઠ અમારા,
નાની ખાટ ને, રૂપાની પાટ છે,
રાજ રજવાડે વાલા, રૂડો તારો ઠાઠ છે
રાણી પટરાણીઓ માલે રંગમેલમા
સાચુ કહી દો કોણ વસેલુ છે દિલમા
દેવ દ્વારિકાવાળા…
હે દેવ દ્વારિકા વાળા,
નથી ભુલાતી હજુ રાધા
સોનાની નગરીના રાજા,
શ્યામળીયા શેઠ અમારા,
નોકર ચાકરને ઢગલા છે ધનના
તોયે ઉદાસ કેમ રહો વાલા માનમા
બતરીસ ભોજન તો હોય તારા ભાણે
યાદ આવે કોણ જમવાના ટાણે
દેવ દ્વારિકાવાળા…
હે દેવ દ્વારિકા વાળા,
મનુ કે માની જાવ માધા
શ્યામળીયા શેઠ અમારા,
હે દેવ દ્વારિકા વાળા,
સોનાની નગરીના રાજા,
શ્યામળીયા શેઠ અમારા,