06 રણમાં ખીલવે ફૂલ


હે આભના ઓઢામણાં, હે ધરતીમાં પાથરણા
હે આભના ઓઢામણાં, ધરતીમાં પાથરણા
જેનું નથી જગમાં કોઈ, આસરા માડી તણા
જ્યાં ઊડે છે એકલી ધૂળ માતા મારી
રણમાં ખીલવે ફૂલ
જ્યાં ઊડે છે એકલી ધૂળ માતા મારી
રણમાં ખીલવે ફૂલ
માતા મારી રણમાં ખીલવે ફૂલ…

રણની રેતી દરીયાનું મોતી,
એના દસ્તાવેજ તારા હાથમાં
ખોયેલું ખોળતી ઓરતા ઓળખતી,
કરમના કાગળ માં તારા હાથમાં
કરમના કાગળ માં તારા હાથમાં
સુખની શિખામણ ભરોહાની ભલામણ
દુખના પળમાં વાળીદે દામણ
ના ચૂકવા પડે કોઈ મૂલ
માતા મારી રણમાં ખીલવે ફૂલ…

મનમાં ધારો આભનો તારો
ખોળામાં આપે ખેલવાને માં
ભાવ હોય હારો ફૂલનો ભારો
માથે ઉપાડી આવે મેલવાને માં
માથે ઉપાડી આવે મેલવાને માં
હો શેર માટીની ખોટ હોય
ભરતી નહીં ઓટ હોય
દેવની ડેલીએ મારેલી જો દોટ હોય
એનું ઉજળું કરે દે કુલ
માતા મારી રણમાં ખીલવે ફૂલ…


Leave a Reply

Your email address will not be published.