માધવ વિના રાધા સાવ રે અધૂરી
વાલમના વ્હાલથી થઇ ગયી દૂરી
વાલમના વ્હાલથી થઇ ગયી દૂરી
હો જે દાડે જોવું ના મુખડું તમારું
વ્હાલા મારા જે દાડે જોવુંના મુખડું તમારું
જે દાડે જોવું ના મુખડું તમારું
વિચારે ચઢી જાય મનડું આ મારું
તને જોવાને તારા ઘરે આંટા મારું
ના રે જોવું તો મન મુંજાય અમારું
પ્રાણથી પ્યારા તમે જીવ છો અમારો
ધડકતા દિલનો તમે ધબકારો
તારા વિના ક્યાંય ના લાગે મન મારું
હરપલ રટે હૈયું નામ રે તમારું
મારું મૂંહ હરપલ રટે હૈયું નામ રે તમારું
હો જોવું ના તમને તો દિલ મારું રોતું
ગામ ગોંદરે શેમ શેરીયું માં ગોતું
ઘડીવાર તારી મારી દૂરી થઇ જાતી
તને ખબર સે મારી હાલત કેવી થાતી
હો મારી આંખલડી નો તમે પલકારો
વાંસળી ના સૂર વ્હાલા પ્રાણ છે અમારો
હા તારા વિના લાગે મને સાવ રે અધૂરું
તારા વિના લાગે મને સાવ રે અધૂરું
વિચારે ચઢી જાય મનડું આ મારું
વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું
હો આખો દાડો તમારા ભણકારા વાગે
તમારા વિના ક્યાંય મનડું ના લાગે
અમને એકલા કેમ ગયા મેલી
સૂનું વનરાવન સુની ગોકુલની ગલી
હો વાત અંતર ની કહેવી હવે કોને
મનુ રબારી કહે લેજો વ્હાલા જોને
હે ગોકુળ નથી પારકું એ પોતાનું તમારું
ગોકુલ નથી પારકું એ પોતાનું તમારું
વાટ જોવે રાધા આંખે આસુંડાની ધારું
જે દાડે જોવું ના મુખડું તમારું
જે દાડે જોવું ના મુખડું તમારું
વિચારે ચઢી જાય મનડું આ મારું
વ્હાલા વિચારે ચઢી જાય મનડું આ મારું