હે હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી
હે ગાંડી રે ગીરમાં મારા નેહડા માધવજી
માલ અમારે ગયો વાછરડા ઠાકરજી
હે વાઘ વરૂને હોઈ દીપડા રે ,હોઈ દીપડા રે
ગાંડી આ ગીરને સુના વગડા ઠાકરજી
હે ગીરના છેડે મારા નેહડા માધવજી
હે ગિરોધારે મારા નેહડા માધવજી
હો આંખો દી ચારિયેને સાંજે વાળે વલીયે
રાતે ઉઠીને અમે માલને હમ્ભાળીયે
આંખો દી ચારિયેને સાંજે વાળે વલીયે
રાતે ઉઠીને અમે માલને હમ્ભાળીયે
હે પ્રભાતે પાછા ઉઠી છોડીયે રે ,ચરવા છોડીયે રે
વાછરડા વડામાં પાછા વાળીયે વાલમજી
હે વાછરડા વડામાં પાછા વાળીયે વાલમજી
હે ઘેલુડી ગીરમાં મારા નેહડા માધવજી
હો નર તાણે નેતરાને ગાંજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે ચાણા
હો નર તાણે નેતરાને ગાંજે રે વલોણા
નારીયો વાળી ચાળી થાપી આવે ચાણા
હે પાંખીયો ચારે કોર કરે કલ છોર ,રૂડા કરે કલ છોર
ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી
હે ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી
હે ગિરોધારે મારા નેહડા માધવજી
હો દેશી નળીયા વાળા ઘરનો આ નેહ છે
માયાળો માનવીને મીઠા એના સ્નેહ છે
દેશી નળીયા વાળા અમારો આ નેહ છે
માયાળું માનવીને મીઠો એના સ્નેહ છે
હે જાણે મોહાળમાં પરોમણા રે ,વાલા પરોમણા રે
મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી
હે ગીરના છેડે મારા નેહડા માધવજી
હે હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી