કાનજી તારી માં કેસે પણ,
અમે કાનુડો કેસું રે
એટલું કેહતા નહિ માંને તો,
ગોકુલ મેલી જાસુ રે
કાનજી તારી….
માખણ ખાતા ન આવડે કાના,
મુખ થયું તારું હેઠું રે
ગોપીઓ એ તારું ઘર ઘેરાણું,
જઈ ખૂણામાં પેઠું રે
કાનજી તારી…
ઝૂલણી પરેતા ન આવડે કાના,
અમે તને પેરાવતા રે
ભરવાડોની ગાળો ખાતો,
વારે અમે તને છોડાવતા રે
કાનજી તારી…
કાલો ઘેલો તારા માત પિતાનો,
અમને શેના કોડ રે
કર્મ સંજોગે આવી ભરના,
આંગણા જોડા જોડ રે
કાનજી તારી….
ગોઠણીયા ભર હાલતો ચાલતો,
કાલુ ઘેલું તું બોલતો રે
ભલે મળ્યા વલ્લભના સ્વામી,
પ્રેમ ભક્તિમાં રેસુ રે
કાનજી તારી…