પીળા જબલા વાળો કાનો કનૈયો દેખાય છે
હે માથે મોર પીછા વાળો કનૈયો દેખાય છે
હે હાથે હેમની પોચી વાળો કનૈયો દેખાય છે
બાયે બાજુ બંધવાળો કનૈયો દેખાય છે
પીળા જબલા….
કેડે તો કન્દોરવાળો કનૈયો દેખાય છે
કઠે સોનાની માળા વાળો કનૈયો દેખાય છે
ઠુમક ઠુમક ચળવાળો કનૈયો દેખાય છે
ઘૂઘરિયાળા પગવાળો કનૈયો દેખાય છે
પીળા જબલા….
મંદ મંદ હાસ્ય વાળો કાનિયો દેખાય છે
મોઢે માખણ છાસ વાળો કનૈયો દેખાય છે
યશોદાના પ્રેમ વાળો કનૈયો દેખાય છે
નારાયણના રૂપ વાળો કનૈયો દેખાય છે
પીળા જબલા…