07 નંદલાલાને માતા જસોદાજી સાંભરે


નંદલાલાને માતા જસોદાજી સાંભરે
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં,
નંદલાલાને માતા…

સોના રૂપાના અહી વાસણ મજાના
કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં,
નંદલાલાને માતા…

છપ્પન ભોગના થાળ ઘરાય છે
માખણને મીસરી મારી રહીગઈ ગોકુળમા,
નંદલાલાને માતા…

હીરા મોતીના થાળ ધરાય છે
ગુજાની માળા મારી રહી ગઈ ગોકુલમાં,
નંદલાલાને માતા…

હીરા માણેકના મુકુટ ધરાય છે
મોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં,
નંદલાલાને માતા…

હાથી ને ઘોડા અહી જુલે આમબડીએ
ગોરીગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુલમાં,
નંદલાલાને માતા…

સારંગી ના સુર ગુંજે મજાના
વાલી મારી વાસળી રહી ગઈ ગોકુળમાં
નંદલાલાને માતા…

રાધાજીને એટલું કેહજો ઓધવજી
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં,
નંદલાલાને માતા…


Leave a Reply

Your email address will not be published.