હે તારા નસિલા નેણ નથી જોતો
તારા રંગ રૂપને નથી જોતો
હુ તો તને પ્રેમ ભરી નજરે જોતો
હે મને મારા દિલ પર કાબુ નથિ રે,
તને જોયા વગર રે રેવાતુ નથી રે,
હે તને જોઈને મનમા હરખાતો
મને હોભળવી ગમે તારી વાતો,
તને પ્રેમ ભરી નજરે જોતો
હે લચક મચક કેડ તારી લાગે સોહામણી
કોના જોડે કરુ તારી સરખામણી
હે મારા મલકની ઠળકતી ઢેલડી
ઘેર દાર ઘાઘરો ને પગમા છે મોજડી
ગોરા ગોરા ગાલ તારા ગુલાબની પોખડી
કાજળ ઘેરાયેલી જાનુ તારી ઓખડી
હે તને ડોઢી નજરે જાનુ તને જોતો
હે તને આડી નજરે જાનુ તને જોતો
તુ જોવે તો હુ શરમાતો
તને પ્રેમ ભરી નજરે જોતો
હો લજમણીના છોડ જેમ તુ તો સરમાય છે
હાથ લગાડુ ફૂલ જેમ કરમાય છે
હો જોઇ તને દુરથી ગાંડી હૈયુ હરખાય છે
પાહે આવુ તો મને જેમ તેમ થાય છે
હે આજ તને દિલની વાત કરવી છે મારે
જવાબ આપી દો જાનુ કરવુ શુ તારે
હે તારા નસિલા નેણ નથી જોતો
તારા રંગ રૂપને નથી જોતો
હુ તો તને પ્રેમ ભરી નજરે જોતો