મશહૂર હુ તો થઈ ગયો
મશહૂર હુ થઈ ગયો, બદનામીઓની સાથે
નતો ગુનેગાર તોય બન્યો છુ તારી માટે
એક બેવફાની કાજે એક બેવફાની કાજે
લુટાઇ ગયો છુ આજે એક બેવફાની માટે
કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કર્યો ના મારી સાથે
લુટાઇ ગયો છુ આજે એક બેવફાની કાજે
હો તમે આંખો જોઇ પણ આંસુ ના જોયા
તમે દિલ મા રહ્યા પણ દર્દ ના જોયા
તારી ભોળી સુરતમા અમે ભરમાયા
મને રોતો કરીને જાન તમે હરખાયા
અમે બોલ્યા નહી કઈ જગતની લાજે
આવુ કર્યુ કેમ જાન મારી સાથે
કેમ જાન મારી સાથે
લુટાઇ ગયો હુ…મશહૂર હુ તો…
હો તારી આંખે બાંધેલા પાટા જ્યારે ખુલશે
તારા માન્યા છે એ તો એક દિ છોડી તને જાશે
હો જ્યારે સાચી હકિકત તને સમજાશે
ખુબ રોશો અને ખુબ તને પછતાવો થાશે
તને મારી ગરજ પડશે જાન જ્યારે
ના મળશુ અમે પાછા તને ક્યારેય
પાછા તને ક્યારેય
લુટાઇ ગયો હુ…મશહૂર હુ તો…