છેલડા હો છેલડા માખણ ના છેલડા
રાધાજીના જીવન પ્રાણ છેલડા,
છેલડા હો છેલડા…
આવો અલબેલડા ઘરમાં એકલડા
ના આવો તો નંદજીની આંણ,
છેલડા હો છેલડા…
ઓઢી મેતો ઘાટડી જોવું તારી વાટડી
શ્યામ સલુણા શું જાણ છેલડા,
છેલડા હો છેલડા…
હળવેથી આવજો સાંકળ ખખડાવજો
જોજો જાણ નવ થાય વાલા છેલડા,
છેલડા હો છેલડા…
સાસુ કઠોર છે નણંદી ચકોર છે
કરી મુકશે હો મનરાડ છેલડા,
છેલડા હો છેલડા…
ઉરના આસન પર પધરાવું નટવર
સેવું ચરણ સુખ આંણ,
છેલડા હો છેલડા…
માખણને મીસરી આરોગવું શ્રીહરી
ગોવિંદના ભાગ્ય તણો પાર,
છેલડા હો છેલડા….