કોનજી રે કાળો રુદિયાનો રોમ સે
કોનજી રે કાળો રુદિયાનો રોમ સે
એ અમારો નેહડો નોનોને મન મોટુ,
એ કરીયે ના કદી કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયાનો રોમ સે
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
કોનજી રે કાળો રુદિયાનો રોમ સે
નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો
ભઈબંધી ભરવાડની હાવ હાચી
રાખે ના કદી કાચી,
માલધારીના ભેળો ભગવોન છે,
એ અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું,
કોનજી રે કાળો રુદિયાનો રોમ છે.
એ ઓગણે આવે મેમાનને મુખ અમારા મલકે,
માલધારીનું દિલ બહુ મોટું સુખની હેલ સલકે
નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો
ભેળો ભગવોન દ્વારકાવાળો
કાનુડો કામણગારો માલધારીના રુદિયાનો રોમ સે
અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું,
કોનજી રે કાળો રુદિયા નો રોમ છે
એ જિંદગીમાં આવે જાય સુખદુઃખના વાયરા
ભઈઓ ભેળા બેહી કરીયે ગોંદરે કાયમ ડાયરા
નેહડો મારો નેહડો
નેહડો મારો નેહડો
ગૌ માતાને મૌનથી પૂજીયે
કોનાને કાયમ ભજીયે માલધારીના રુદિયાનો રોમ સે
અમારો નેહડો નોનો ને મન મોટું
કરીયે ના કોઈ ખોટું
માલધારી ના ભેળો ભગવોન સે
નેહડો અમારો નેહડો
નેહડો અમારો નેહડો