13 હુ તો પછતાણો


હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને
તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને
હુ તો પછતાણો…
હુ તો પછતાણો તને પ્રેમ કરીને
રાત-રાત ભર તારા સપના સતાવે
તારી યાદો મને રોજ તડપાવે
તારી યાદો મને રોજ તડપાવે
તને મારા દિલથી જુદી કરુ

માસુમ ચહેરોને દિલમાં તારા દગો હતો
તું આવુ કરસે એ મનેતો ભરોહો નહોતો
હો જીવન મેં નોમે કર્યુ તમે કેમ આવુ કર્યુ
તને ખુશ રાખવા બોલો મે સુ નથી કર્યુ
હો કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
અરમાન અધુરા પ્રેમના અમારા
હો તને મારા દિલથી જુદી કરુ

હો મીઠુ મીઠુ બોલતી ને મનમાં પાપ રાખતી
સાચા જુઠા સોગંધ ખઈને ગળે હાથ રાખતી
મારી જોડે કર્યુ એવુ બીજે ચોય ના કરતી
ખોટા ખોટા પ્રેમના દિલાસા ના આપતી
જીવથી વધારે તને ચાહતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે
તારી બધી વાતને મોનતા હતા અમે.
તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને


Leave a Reply

Your email address will not be published.