જે પ્રેમને લાયક હતા એ,
નફરત ને લાયક થઇ ગયા
હારે હરવા ફરવા વાળા
મનનાં મેલા થઇ ગયા
દિલથી દિલમાં રેવા વાળા
દિલનાં વેરી થઇ ગયા
જે પ્રેમને લાયક હતા એ
નફરતને લાયક થઇ ગયા
શું કેવું એમને જે કસામાં એના રહ્યા
નસીબ ઉપર પાણી ફેરવીને જતા રહ્યા
જે પ્રેમને લાયક હતા
એ નફરતને લાયક થઇ ગયા
ઓ માંગ્યો હતો પ્રેમ થોડો એનાથી,
અમે એનાથી
બાંધી લીધો મને એમને વેરથી
મોઢે હારુ બોલવાવાળા નીકળ્યા દગાળા
દિલમાં કાટા મને દગા ના રે વાગ્યા
જે પ્રેમને લાયક હતા
એ નફરતને લાયક થઇ ગયા
લાખના સપના કર્યાં રાખ ના,
તમે રાખ ના
કેમ આવું કરી રહ્યા તમે હખ ના
જા તારું સારુ થાય અમે ક્યાં છે રોક્યા
કહીદોને અમે તમને ક્યારે ટોક્યા
જે પ્રેમને લાયક હતા
એ નફરતને લાયક થઇ ગયા