હો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળી
પણ મારા દિલની વાત તમે ના હોમભળી
હો વાગેલા ઘાવ તો કાલે મટી જાશે
તારૂં દીધેલું દર્દ ક્યારે ઓછું થાશે
હો દિવારો રડી આજ દર્દ મારૂં હોમભળી
પણ મારા દિલની વાત તમે ના હોમભળી
હો સમય સમયની વાત સમય આયે સમજાશે
પછી તને મારી જેમ દુઃખ દિલમાં બઉ થાશે
હો હો ખરા ખોટાની ખબર ખરા ટાણે પડશે
પછી તારી આંખો જાનું મારી જેમ રડશે
હો નોધારો કરી મને જિંદગી વસાવી
મારૂં દિલ તોડી તમે ખુશીયો મનાઈ
હો દિવારો રડી આજ
હો એની કસમ દઈ ને જીવવાનું કેતી મને
મરવાનું નામ લઉ તો મરવા ના દેતી મને
આંખના ઓશિકા કરી રાખતો મારા હૈયે તને
આજ એ વાતનું દુઃખ થયું બઉ મને
દુઃખ થયું બઉ મને
હો દિલ તારૂં રડશે ખોટ જયારે પડશે
લોહીના આંશુ જાનુ આંખો તારી રડશે
હો દિવારો રડી આજ