કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વાલા ને મિશ્રી ભાવે રે
ઘારી ધરાવુંને ઘૂઘરા ધરુંને ઢેબર ધરું સય
મોહન થાળને માલ પવા પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ ભાવે રે…
શીરો ધરાવુંને શ્રીખંડ ધરુંને સુતાર ફેની સય
ઉપર તાજા ઘી ઘરું પણ માખણ જેવા નય
કાન્હાને માખણ ભાવે રે….
જાત જાતના મેવા ધરાવું દૂધ સાગર જેવા નય
છપ્પન ભોગ સામગ્રી ધરું પણ માખણ જેવા નય
વાહલા ને માખણ…
સોળવાના શાક ધરાવું ને રાયતા મેલું સય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ…
એક ગોપીને જમવાનું કીધુંને થાળ પીરસી ઉભી રય
વળતા વાલા એમ વઢ્યા પણ માખણ જેવા નય
કાન્હા ને માખણ…
એક ગોપી એ માખણ ધર્યું હાથ જોડી ઉભી રય
દીનાનાથ રિજ્યા ત્યારે નાચ્યા થઈ થઈ થઈ
કાન્હા ને માખણ…