29 કાચી છે ઉમર


એ હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
હાચવી હંભાળી ને જાજો તું બજાર મ
એ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર મ
કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ તારી કાચી છે ઉમર
ગોરી પડી જઈશ પ્યાર મ

એ કાતિલ છે અદાઓ તારી જાન લેવા રૂપ છે
તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે
એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ મ
કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ નોની છે ઉમર તારી
પડી જઈશ પ્યાર મ

એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર છે
લાગી જશે રોગ તને એનો મને ડર છે
ઓ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ મ
કાચી છે… નોની છે…
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર મ
એ તારી કાચી છે ઉમર છોડી
પડી જઈશ પ્યાર મ


Leave a Reply

Your email address will not be published.