45 ગોજારણ


દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
મારા દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો
હતું બધું ખોટું નરી આંખે એ દેખઈ ગયું
રાખ્યું તું ઢોકેલું તારું એ ઉઘાડું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો

ધાર્યું તું મેં કેવું ને કેવું આજે થઇ ગયું
સુખનું આ વાદળું મારુ રે વેરઈ ગયું
ભલું કરવામાં આજે ભૂંડું મારુ થઇ ગયું
જીવથી વ્હાલું હતું એ જીવ નું જોખમ થઇ ગયું
બેવફઇનું આ ખંજર દિલની પાર થઇ ગયું
નોમ તારું લેતું જે દિલ એ તડપતું થઇ ગયું
દૂધનું દૂધને પોણીનું પોણી થઇ ગયું
દિલના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો

ઓરે ઓ વિધાતા કુદરત ખેલ તે ખેલી દીધા
મારા રે નસીબે કેવા લેખ તે લખી દીધા
આજ મુજથી રોમ મારો કેમ રે રૂઠી ગયો
પ્રેમ કેરા નોમ નો ભરોસો ઉઠી ગયો
ગોડા નું પોણી મારુ ઝેર આજે થઇ ગયું
દિલ નું આ રજવાડું મારુ સૂનું સૂનું થઇ ગયું
દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો
શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો


Leave a Reply

Your email address will not be published.