મોગરાના ફૂલ સખી મોગરાન ફૂલ
શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ
શ્રીજીને પ્યારા…
લક્ષ્મીવાડી શ્રીજીની રૂડી રળિયામણી
પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી
ખીલ્યા ખીલ્યા રે ત્યાતો મનગમતા ફૂલ
શ્રીજીને પ્યારા…
ડોલાર, ગુલાબ ગુલ, ચંપો, ચમેલી
કેતકી, કરેણ, જાઈ, જુઈ અલબેલી
મોગરાની પાખડીમાં સૌરભ અમુલ
શ્રીજીને પ્યારા…
ફૂલડે ફૂલડે નામ શ્રીજીનું લીધું
વીણી વીણી ને મારું મનડું પ્રોઈ લીધું
એકસોને આઠ ચુંટ્યા મોગરાના ફૂલ
શ્રીજીને પ્યારા…
મોગરાની માળા ગુંથી માવ કવિ રાયે
કાવ્યની કુસુબ્મ માળા કદીના કરમાયે
વિણગુણ એ માળાતણા મૂલ છે અમુલ
શ્રીજીને પ્યારા…