તે બીજાની પીઠીયું ને ચોરી ચીતરી
બીજાની પીઠીયું ને ચોરી ચીતરી
ચોરી નહિ તે મારી ચિતા પાથરી
કેવી રે કઠણ દિલ નેંકળી
મારા સળગ્યા છે સપના જિંદગી બળી
મને મળી તારા લગનની કંકોત્રી
આતો આતો મારા મોતની કંકોત્રી
બીજાની પીઠીયું ને ચોરી ચીતરી તે
ચોરી નહિ પણ મારી ચિતા પાથરી
મહેકતા મારા બાગને તેતો સળગાયા
મારા પ્રેમ ના ખીલેલા ફૂલોને કરમાયા
શું ભૂલ હતી મારી તમે આમ બદલાયા
મારો સાથ કેમ છોડયો તે રણ માં રઝળાયા
પ્રેમ ના બદલે નફરત મળી
મારે હસવું તું આવી રે રોવાની ઘડી
મને મળી તારા લગનની કંકોત્રી
આતો છે મારા મોતની કંકોત્રી
ખવડાવી મને ખાતી રહી ગઈ એ યાદો
મને જાન તું તો કેતી એ ખોટી હતી વાતો
કહેતા તા સાથે જીવશું તોડી ગયા એ નાતો
આજ બીજાના બન્યા છો વિશ્વાસ નથી થાતો
તારા માટે જગથી રે લીધું લડી
તોયે એકવાર જોયું ના પાછું વળી
મને મળી તારા લગનની કંકોત્રી
આતો છે મારા મોતની કંકોત્રી