તારી મુરતી રે છે જો નેણુંનો શણગાર
નેણુંનો શણગાર મારા, હૈયા કેરો હાર
તારી મુરતી રે…
મોહન તારી મુરતી જોઇને,
ભૂલી છું તનભાન
નીરખતા નજરમાં થઇ છું…૨,
ગજરામાં ગુલતાન
તારી મુરતી રે…
માથે જીણી પાઘ મનોહર,
સુંદર શ્યામ શરીર
નથી રેતી તારી રૂપ નિહાળી..૨,
બ્રજનારી ને ધીર,
તારી મુરતી રે…
બાય જડાયેલ બાંધેલ બાજુ,
કાજુ ધર્મ કિશોર
બ્રહ્માનંદ કહે મોહી છું વેણે..૨,
નેણે જાજુ જોર,
તારી મુરતી રે…