શ્યામ પધારો ઘનશ્યામ પધારો,
શ્યામ પધારો ફૂલવાડીએ,
શ્યામ પધારો…
ફૂલડાં ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો,
હરિવર હેતે જુલાડીયે,
શ્યામ પધારો…
પ્રીતડી કરીને બહુ પાક બનાવ્યા,
જીવન જુગતે જમાડીયે,
શ્યામ પધારો…
ફૂલોના હાર તોરા ગજરા પહેરાવીયે,
ફૂલની પછેડી ઓઢાડીયે,
શ્યામ પધારો…
પ્રેમાનંદ કહે ભાઈ ગુણ તમારા,
તાલ મૃદંગ બજાડીયે,
શ્યામ પધારો…