મોરલી બાજે રે મીઠી મોરલી રે બાજે,
સંભાળને શ્યામળીયાજી મોરલી રે બાજે,
મીથે સ્વરે મોહનજીની મોરલી રે ગાજે,
સાંભળવાને સૈયર મારું દલડું રે દાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી….
આવે અલબેલો વાલો ગોવાળોને કાજે,
ગાતા આવે ગીરીધર સુંદર સમાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી….
મોર મુગટ કાને કુંડળ વરમાળા રાજે,
નંદ કુંવરને નીરખી કોટી કંદર્પ લાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી…
પીતામ્બરની પલવઠ વાળી છત્રશિર છાજે
પ્રેમાંનંદનો વ્હાલો ચાલો જોવાને કાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી…