મનનો મોરલીયો રટે તારું નામ,
મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.
એકવાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.
સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,
સંધ્યા ઢળેને હું તો બનું રે નિરાશા,
રાત દિવસ મને સુજે નહી કામ
મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.
મનનો મોરલીયો રટે…
આખડીયે મુને ઓછું દેખાય છે,
દર્શન વિના મારું દલડું દુભાય છે
નહી રે આવોતો વાલા જશે મારા પ્રાણ
મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.
મનનો મોરલીયો રટે…
એકવાર વાલા તારી જાંખી થાય જો,
આંસુના બિંદુથી ધોઉં તારા પાવ રે,
માગું સદા તારા ચરણોમાં વાસ,
મારી ઝુંપડીયે આવો ઘનશ્યામ.
મનનો મોરલીયો રટે…