અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ…
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે
નાચે ગુણેશા ને નાચે હનુમાન
પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ…
ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશ
ભાંગ વાવી ભોળા નાથે નિજે છે ગણેશ
પાર્વતીજી પાણી વાળે છુટા મેલી ખેસ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન…
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક
પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળો નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન…
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
હાથ લીધી ભભૂતિ ને ચોળે છે અંગ
દેખો મૈયા પાર્વતી જી કેશો ભયૉ રંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન…
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગ કેરા બાજુ બંધ નાગ કેરા હાર
નાગણ ના સિંગાર સોહાવે ભોળા નાથ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન…
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
કોઈ પૂજાવે અંગ બાબા કોઈ પૂજાવે પગ
નરશી મેહતા પૂજે અપૂજ લિંગ
અગડ બમ અગડ બમ ડાક વાગે ડમરૂ
નાચે સદા શિવ આગે ભૈરવ
નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે…