પ્રથમ ગણેશ બેસાડો રે,
મારા ગણેશ દુંદાળા,
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા,
ગણેશ વરદાન દેજો રે,
મારા ગણેશ દુંદાળા,
સુખડ બાજોઠ ઘડાવો રે
મારા ગણેશ દુંદાળા,
પ્રથમ ગણેશ બેસાડો રે,
મારા ગણેશ દુંદાળા….
કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારી,
ઘોડલિયે પિત્તળિયા પલાણ રે
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો,
હાથીડે લાલ અંબાડી રે
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….
કૃષ્ણની જાને રૂડા દેવતા શણગારો,
નવખંડ નોતરાં દીધાં રે
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
કૃષ્ણની જાને રૂડા જાનૈયા શણગારી,
જાનૈયા લાલ ગુલાલ રે
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….
કૃષ્ણની જાને રૂડી જાનડિયું શણગારો,
જાનડિયું કેસર ભીની રે,
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે
આવો ગણેશજી, આવો પરમેશ્વર,
તમ આવેથી રંગ રહેશે રે
મારા ગણેશ દુંદાળા
પ્રથમ ગણેશ બેસાડો રે….