મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ગણેશ વધાવવાને જઈશ કે
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…
વીરના દાદા દેવચંદદાસ તમને વીનવું
હું તો દીકરો પરણાવવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…
વીરના કાકા કનુભાઈ તમને વીનવું,
હું તો હરખે કુટુંબ જમાડવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો….
વીરના મામા રમેશભાઈ તમને વીનવું,
તો હરખે મોસાળું વહોરવાને જઈશ કે,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…
વીરના ભાઈ ભદ્રેશભાઈ તમને વીનવું,
હું તો હરખે મારૂતિ વહોરી લાવીશ કે
મારો સોના સરીખો સૂરજ ઊગિયો…
એવાં જ્યોત્નાબહેન લખાવે છે કંકોતરી,
મહેન્દ્રભાઈ મોકલે ગામોગામ રે,
જયશ્રીબહેનના લગન ટાણે વહેલેરા આવજો,
મારો સોના સરીખો સૂરજ ઊગિયો..