ગણેશ પાટ બેસાડીએ ભલાં નીપજે પકવાન.
સગાં-સંબંધી તેડીએ, જો પૂજ્યા હોય મોરાર
દુઝણે નવલખી જોટડી, બાંધી ઘરની બહાર,
દૂધ પીએ છોરું વાછરું, જો પૂજ્યા હોય મોરાર
કેળાં પોળી ને ઘી ભેળવી, પીરસે તે મોરી માય,
ભેગા બેસાડીએ બાંધવા જો પૂજ્યા હોય મોરાર
આંબા પોળી રસ ઘોળીએ પીરસે તે ઘરની નાર,
ભેગા બેસાડીએ બેટડા, જો પૂજ્યા હોય મોરાર
જેને પેટ ચાર દીકરા, એનો તો ધન્ય અવતાર,
ચાર વહુઓ પાયે પડે, જો પૂજ્યા હોય મોરાર
જેને પેટે એક દીકરી, એનો તો ધન્ય અવતાર,
સાંચ્યાં સૂચ્યાં ધન વાપરે, જો પૂજ્યા હોય મોરાર
રાતો કેસૂડો રંગ ભર્યો, કોરો છે કમખો હાથ,
ઘરચોળે ઘર ભાળીએ, જો પૂજ્યા હોય મોરાર
કાઠા તે ઘઉંની રોટલી, ગળગળિયો કંસાર,
ભેગાં બેસીને આરોગીએ, જો પૂજ્યા હોય મોરાર