સ્વાગતમ્ સ્વાગતમ્…..
સ્વાગતમ્…સ્વાગતમ્….
લાખેણા મહેમાન તમે ભલે આવ્યા રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે…
આજે હૈયામાં આપને આદર છે,
ઉર આસનિયે ભાવની ચાદર છે,
પ્રેમ કેરાં પુષ્પો , અમે બંધાવ્યાં રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે…
આજ વ૨ને કન્યાના વિવાહ થશે,
એતો ચૉરીના ચાર ચાર ફેરા ફરશે,
ભવભવની ગાંઠથી યુગલ બંધાશે રે
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યો રે
લાખેણા મહેમાન તમે…
દ્વારે સુગંધી ફોરમ ફુવારા છે,
ગીત નિર્મળ જળો ઝરા છે,
નવલાં ભોજનિયાં તમે જમો રે,
આવીને અમ આંગણાં ભલે દીપાવ્યાં રે
લાખેણા મહેમાન તમે…