રૂમઝૂમ પગલે આવી માયરામાં બેનડી,
કુમકુમ પગલે આવી માયરામા બેનડી,
જાણે ઢળકતી ઢેલડી રે
આજે આવી મારી બેનડી,
રૂમઝૂમ પગલે આવી…
પહેર્યો રાતો ચૂડલોને ઓઢી નવરંગ ચૂંદડી,
સેંથામાં સીંદુર સોહેને ભાલે કુમકુમ થલડી,
નમણી નાગર વેલડી હો….
આજ આવી મારી બેનડી.
રૂમઝૂમ પગલે આવી…
કંચન વેરા કાંડે કંકણ રણકે,
નાજુક પગલે ઝાંઝર ઝણકે,
જાણે આનંદની હેલડી રે
આજ આવી મારી બેનડી,
રૂમઝૂમ પગલે આવી…