31 આજ મારે માંડવડે આવી જાન


આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી,
ખીલી સોળે કળાએ આજે લાડકડી,
આજ મારે…

વાલી બેનીના સમણા ફળીરે ગયા,
મનના માનેલા માણીગર મળીરે ગયા,
પ્રગટયા દિવડા બની રાત અજવાળી.
આજ મારે…

યુગો યુગોની આજે પ્રતિક્ષા ફળી,
જાણે સાગરને એની સરીતા મળી
ગાવો મંગળ ગીતડા સાહેલડી..
આજ મારે…

લાડો લાખેણો મોંઘેરા જાનૈયા,
લીધા પોખણા કર્યા હેતે સાભૈયા,
હરખે હૈયા ને છલકે છે આખલડી
આજ મારે…


Leave a Reply

Your email address will not be published.